એકબીજાનું એવું સમર્પણ છે
એકબીજાનું એવું સમર્પણ છે
બંને વચ્ચે પ્રેમનું એક એવું જોડાણ છે,
એકબીજાનું એકમેક પ્રત્યે સમર્પણ છે,
જળ વિના જાણે મીનનું જીવન બેકાર છે !
માછલીને જળનું એવું વળગણ છે,
એકમેક વિના સાવ અધૂરા અને અપૂર્ણ છે,
ફૂલ અને ખુશ્બુનું એવું અતૂટ સગપણ છે,
ચાંદ વિના જાણે ચાંદની અધૂરી અપૂર્ણ છે !
એકબીજા સાથે સંબંધમાં એવું ગળપણ છે,
વૃક્ષ અને વેલડીનો અદ્ભૂત એવો નાતો છે,
બંને વચ્ચે એવું મજબૂત જોડાણ છે,
સાગર વિના સરિતા અધૂરી, સાથે પૂર્ણ છે,
એકબીજા વચ્ચે અદમ્ય એવું ખેંચાણ છે.
