જાણે ટહુકામય લાગે આખો સંસાર
જાણે ટહુકામય લાગે આખો સંસાર
ખુશ થઈ ગયો આજે તારણહાર,
આપી એને ખુશીઓ આજે અપાર,
આંબે ટહુકે કોયલ, બાગે ગાય બુલબુલ,
જાણે ટહુકામય લાગે આજે આખો સંસાર,
આભેથી ઝરમર વરસે આ મસ્ત મેહુલો,
જાણે ધરતીએ કર્યો સોળે શણગાર,
મનમોહક મનભાવન ધરતીનું રૂપ જોઈ,
આ માનવીએ લીધો તૃપ્તિનો ઓડકાર,
ફૂલો મહેકે, ભમરા કરી રહ્યા છે ગુંજન,
જાણે ધરતીનું રૂપ ખીલ્યું છે જોરદાર,
આભે ચાંદો ચડ્યો, તારાઓ બન્યા બારાતી,
જાણે ધરતી દુલ્હન અને દુલ્હો છે અંબર !
