STORYMIRROR

Deval Maheshwari

Inspirational

3  

Deval Maheshwari

Inspirational

હું અને તું

હું અને તું

1 min
194

કયો નાતો તારો અને મારો ?

હું સૂર્ય ને તું શબનમ

હું ઊગતો ગયો

તારું અસ્તિત્વ ભૂસતો ગયો


કયો નાતો તારો અને મારો ?

હું ચંદ્ર ને તું ચાંદની

હું ઊગતો ગયો

તું વિખેરાતી ગઈ,


કયો નાતો તારો અને મારો ?

હું પર્વત ને તું નદી

હું ઊંચો વધતો ગયો

તું નીચે ઢળતી ગઈ,


કયો નાતો તારો અને મારો ?

હું સાગર ને તું કિનારો

હું તને ભીંજાવાનો પ્રયત્ન કરતો રહ્યો

તું સૂકાતી ગઈ,


કયો નાતો તારો અને મારો ?

હું શરીર ને તું મારો આત્મા

હું મારા સ્વને શોધતો રહ્યો

તું મારામાં ' દિવ્ય ' રૂપે સમાતી ગઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational