પ્રભુ
પ્રભુ
લાખો કરોડો સ્વપ્નનાં ખજાનાને અંદર સમેટી બેઠી છું,
જરા દ્વાર તો ખોલો પ્રભુ, કેટલાય મંત્રો સાચવી બેઠો છું.
લાખો કરોડો વર્ષોથી હું મને મારાથી બચાવી બેઠી છું,
જરા દ્વાર તો ખોલો પ્રભુ ,હું કેટલીય વાનગી બનાવી બેઠી છું.
આંખો ખોલી નજરોને જુકાવી બેઠી છું,
જરા દ્વાર તો ખોલો પ્રભુ મારા મન ને મનાવી બેઠી છું.
લાખો કરોડો વર્ષોથી હાથોને સમાવી બેઠી છું,
હવે તો ખલો દ્વાર હું મને સમજાવી બેઠી છું.
