STORYMIRROR

Deval Maheshwari

Inspirational

3  

Deval Maheshwari

Inspirational

જિંદગી

જિંદગી

1 min
159

તને મળતાં જિંદગીની રંગત મળી ગઈ

ખોવાઈ ગઈ હું મુજથી તે દિન હું મુજને મળી ગઈ,


તને શું કહું કેટલાય જખ્મો છુપાવી બેઠી છું

તારા લીધે જ હું બંધુ મારામાં સમાવી બેઠી છું,


તને ક્યાં ખબર છે હું તો મારામાં જ બંધાઈ ગઈ

આંખોને કરું છું બંધ તો હું તારામાં સમાઈ ગઈ,


તને મળવા મારા હૃદયને સમજાવું છું

બસ તારા નામથી જીવનની માળા બનાવું છું,


તને કેમ કહું હું પિંજરામાં પુરાઈ ગઈ છું

કેમ સમજાવું હું મારાથી હું બંધાઈ ગઈ છું,


તને કેમ કહું મને છોડાવી જા, થોડીવાર માટે

જરા, આવી મારાથી મુજને બચાવી જા.


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar gujarati poem from Inspirational