STORYMIRROR

Deval Maheshwari

Inspirational

3  

Deval Maheshwari

Inspirational

નથીનું દુઃખ

નથીનું દુઃખ

1 min
196

નથીનું દુઃખ હવે જીવનમાં રહ્યું નથી

કેટલી કરું ફરિયાદો હવે જીવન જીવન રહ્યું નથી,

 નથીનું દુઃખ...


મોસમની બદલાતી આ હવાઓનો જાદુ 

માનવીના મનના ઊંડાણને હવે ઓળખવાનું રહ્યું નથી,

 નથીનું દુઃખ...


શોધની શોધમાં ચાલતા થઈએ 

શોધ હતી જે હેતુથી હવે એ હેતુ રહ્યો નથી,

 નથીનું દુઃખ...


રહસ્યો કેટલાય ખૂલે આપણી આગળ 

હવે રહસ્યો રહસ્યો રહ્યા નથી

નથીનું દુઃખ...


સ્વપ્નાની તો વાત શું કરવી ?

કેટલાય જોયા દિવાસ્વપ્ન હવે સ્વપ્ન સ્વપ્ન રહ્યા નથી

નથીનું દુઃખ...


ભટકું છું તારી યાદોમાં સદાય હું 

હવે ભટકવાનો કારણ પણ જીવનમાં રહ્યું નથી

નથીનું દુઃખ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational