અસર
અસર
અસર એક ચુંબકીય પ્રભાતમાં હોય છે,
એવીજ અસર ઉષાના આકાશમાં હોય છે,
ઉનાળો ધોમધખતો નીકળી જાય, ને પછી
અદ્ભુત અસર પહેલા વરસાદમાં હોય છે,
આમ તો કંઈ પણ ખાવાથી ભૂખ મટી જાય છે,
વાત અનોખી માનાં હાથના સ્વાદમાં હોય છે,
લૌકિક પ્રેમ ગમે એટલો મેળવી લો, તોપણ
અસર સાચી ઈશ્વરના આશીર્વાદમાં હોય છે,
ગમે તેટલું મેળવો તો પણ મન ભરાશે નહીં,
જાદુગરી સાચા પ્રેમની સોગાતમાં હોય છે.
