STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational

4  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

રૂપલી ભાતો

રૂપલી ભાતો

1 min
416

છીએ અમે ટમટમ તારલા

રૂપલી ભાતો  ભરશું

જલે ભલે જીગર અમારા

ઝગમગ ઝગમગ ખરશું


છીએ અમે નાનાં ઝરણાં

વાટે ખળખળ રમશું

છોને આવે પથ્થર આડા

ગીતો સજતા સરશું


છીએ અમે કેડી નાની

પર્વત શીખરો ચઢશું

સંત શૂરાના મારગ થઈ

ધર્મ ધ્વજાએ  ભમશું


છીએ અમે સુંવાળા રંગી

પવન પલાણે ઉડશું

કંટક મધ્યે ભલે જીવીએ

ફૂલડાં  થઈ  મ્હેંકશું


ભલે આવતાં વાવાઝોડાં

સમય  આવે  ઝુકશું

દેશું સંદેશ જગે મજાનો

ઝુક્યા તો ભાઈ જીવશું


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational