STORYMIRROR

Dilipsinh Sodha

Inspirational

4  

Dilipsinh Sodha

Inspirational

પૃથ્વીનો પોકાર

પૃથ્વીનો પોકાર

1 min
634

પૃથ્વી કરે છે પ્રભુને પોકાર 

માનવે સર્જયો કાળો કહેર

પર્વતો તોડી જંગલો કાપી 

પૃથ્વીને પહોચાડી ખલેલ


નદીઓ બાંધી ધરતીને ખોદી

હવામાં ફેલાવ્યું એણે ઝેર 

માનવે સર્જયો કાળો કહેર


આકાશે એણે ઉપગ્રહ છોડ્યા 

પાતાળે જઈ પરમાણુ ફોડ્યા

સ્પર્ધા કરે સૂર્ય સાથે દોડની 

ચંદ્ર પર જઈ ફેલાવશે ઝેર

માનવે સર્જયો કાળો કહેર 


ધરતીનો રસ બધો ચૂસી લીધા

પછી સમંદરને ઉધડો લીધો

પશુપક્ષી અને જીવજંતુ સાથે

વર્તે એમ જાણે ભવોભવનું વેર 

માનવે સર્જયો કાળો કહેર


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational