શિક્ષક
શિક્ષક
સંસ્કૃતિનો રક્ષક છે શિક્ષક,
પ્રકૃતિનો પાલક છે શિક્ષક,
મા બાપનો પ્રેમ છે શિક્ષક,
ભાઈ-બહેનનું હેત છે શિક્ષક,
સરસ્વતીનો સાધક છે શિક્ષક,
બાળકનો ઘડવૈયો છે શિક્ષક,
શિસ્તનો પ્રેરક છે શિક્ષક,
પ્રભુનો પથદર્શક છે શિક્ષક,
ભયનો સંહારક છે શિક્ષક,
અનુભવનું ભાથું છે શિક્ષક,
સંસ્કારનો સિંચક છે શિક્ષક,
પ્રતિભાનો શોધક છે શિક્ષક,
જ્ઞાનનો ભંડાર છે શિક્ષક,
શાળાનો પ્રાણ છે શિક્ષક,
બાળકનો રાહબર છે શિક્ષક,
યોજનાનો આધાર છે શિક્ષક,
દેશનું ભાવિ ઘડનાર છે શિક્ષક.
