STORYMIRROR

Dilipsinh Sodha

Others

3  

Dilipsinh Sodha

Others

હોલીની પ્રેમ પરીક્ષા

હોલીની પ્રેમ પરીક્ષા

1 min
170

હોલો હોલી ને પામવા પ્રયત્નો બહુ કરે છે

ગળું ફુલાવી ડોક નમાવી ગોળ ગોળ ફરે છે,

ક્યારેક પ્રેમના ગીત સંભળાવી વશ કરવા મથે છે

હોલી પણ પંખયુદ્ધ કરી એની પ્રેમ પરીક્ષા કરે છે,


થોડાક દિવસના અંતે હોલી પ્રેમને વશ થાય છે

હવે બેઉ એકમેક થઈને પ્રેમના ગીતો ગાય છે,


હોલી કહે: હોલાજી તમારો રાખોડી રંગ, 

ગળે કાળો કાંઠલો, મોતીસમ ચક્ષુ મને બહુ ગમે છે

સંસાર બાંધતા પહેલા થોડી શરતોનું પાલન કરવું પડશે

માળો બાંધવામાં મદદ કરવી, ભરણપોષણ કરવું પડશે,

 

હોલો કહે : હોલીજી આતો સહજીવનનો એક ભાગ છે

બોલીને બીજું બોલે એ તો મનુષ્ય અવતાર છે

ડર નહીં પ્રિયે ! આ હોલો ભવોભવ તારો ભરથાર છે 

દંપતી સાથે મળી બાંધીશું એક હુંફાળો માળો

હું લાવીશ તણખલા તું બાંધજે સુંદર માળો,


ભરણપોષણની ચિંતા છોડી દે હોલો છે હિંમતવાળો પ્રેમથી જપીશું હું ને તું, પ્રભુ તું પ્રભુ તું પ્રભુ તું

આજે એ હોલો હોલી પ્રેમથી સંસાર સુખ ભોગવે છે

ઘડપણની વાટ જોયા વિના પ્રભુ ભજન પણ કરે છે.


Rate this content
Log in