STORYMIRROR

Dilipsinh Sodha

Others

3  

Dilipsinh Sodha

Others

હકીકત આ જ છે સાચી

હકીકત આ જ છે સાચી

1 min
751

પ્રારબ્ધને ક્યાં સુધી દોષ દેવો,

પુરુષાર્થ કોઈનેય કરવો નથી,


મફતનું મળેતો હોંશે લઈ લેવું,  

બાકી ટકો કોઈનેય દેવો નથી,


જાણે છે તે જ સામે તાણે છે,

અજાણ્યાથી કૈં લેવાદેવા નથી,


સલાહ આપવી સૌને ગમે છે,

પણ લેવી કોઈને ગમતી નથી,


શ્રદ્ધાના અહીં પુરાવા માંગે છે,

ને વહેમ ના કોઈ ઓસડ નથી,


તાવ દઈ મૂછ પર સૌ ફરે છે, 

મર્યાદા પાલન કોઈ કરતા નથી,


હકીકત આ જ હવે છે સાચી,

પાછળથી ઘા કરે છે કાયર પણ

સામી છાતીએ કોઈ લડતા નથી.


Rate this content
Log in