STORYMIRROR

Dilipsinh Sodha

Children

4  

Dilipsinh Sodha

Children

એક બનો નેક બનો

એક બનો નેક બનો

1 min
348

ઉંદરો સૌ ભેગા મળીને મૂષકરાજ ને વિનંતી એક કરી

ભવોભવના રિપુ આ મિંદડાઓએ જીવવાની ભારે કરી,

 

કાં તો કરો એ મિંદડાઓથી દોસ્તી નહીંતર જંગે ચઢો

બનો તમે સેનાપતિ સૈનિક બનીશું સૌ અમે,


મૂછ ફફડાવી મૂષકરાજ બોલ્યા વિચારવા દો મને

વાત તમારી સર્વ સાચી હવે કંઈક તો કરવું પડે,


પૂર્વજોએ પણ ઘંટડી બાંધવાના પ્રયાસ બહુ કર્યા'તા

 દુશ્મનને ઘંટડી બાંધશે કોણ એ વાત પર લડી પડ્યા'તા,


 ત્યાં જ સભામાં સફેદ ઉંદર બોલ્યો મારું કંઈક કરો 

 કોઢીયો કહીને ખીજવે મને એનો આજ ફેંસલો કરો,


ઊભો થઈ એક ઘરડો ઉંદર બોલ્યો ચૂપ થાને હવે

અલગ રંગ રૂપ તારું એમાં ખોટું ક્યાં કહે છે તને,


 ત્યાં તો બીજાઓએ ટાપસી પૂરી દાદા સાચું તો કહે છે

ધીરેથી મૂષકરાજ બોલ્યા પહેલા સાંભળો ને મને,


 કાળા ધોળાનો ભેદ મિટાવી પહેલા સંગઠિત સૌ બનો

 સંગઠનમાં છે શક્તિ સાચી એ સૌએ સ્વીકારવું પડે,


 ભેગા મળી સૌ વિનંતી કરીએ શું વાંક ગુનો છે અમારો

 દુશ્મન બની શું કામ ફરો, અમને દેખો ત્યાં ઠાર મારો,


 ધીરેથી મીંદરાજ બોલ્યા, પોષણ કડીનો એ છે ધારો

 માફ કરો મૂષકરાજ વાંક નથી કંઈ તમારો કે અમારો,


બે હાથ જોડી કરુ વિનંતી બની શકે તો અમને ટાળો

મીંદ કહે આજથી અભય તમે, રાજી થશે ઉપરવાળો,

 

એક બનો, તમે નેક બનો, વધારો ને ભાઈચારો

સુલેહથી પતે ત્યાં જંગે ચડે ન કોઈ કહેવાનો અર્થ છે મારો.


Rate this content
Log in

Similar gujarati poem from Children