Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Vandana Patel

Inspirational Others

4  

Vandana Patel

Inspirational Others

અંદાજપત્ર

અંદાજપત્ર

1 min
356


મોટા મોટા અર્થશાસ્ત્રીઓ માટે, સરસ સવાલ થાય છે,    

    થોડી ઘણી રાજકારણની પણ કમાલ દેખાય છે.


નેતાઓ ખુશ હોય ત્યારે, પ્રજા ખુશ કેમ થાય ? 

ખુરશીની ખેંચતાણમાં ગરીબો વિસરાય છે.


ગરીબી- રેખા નીચે જીવતાના, દુઃખે દુઃખી કેમ થવાય ?        

કમાણી ને બચતમાં મધ્યમવર્ગીય પીસાય છે.


ધનિકોને કંઈ કદી પડ્યો ફેર, ફેરફાર કેમ નોંધાય ?          

મોંઘવારી માઝા મૂકે ત્યારે હસતા મોંએ સ્વીકારાય છે.


બજેટની ગણતરી ન આવડે, શેરબજારમાં વધઘટ કેમ થાય ?

જરૂર નથી એટલા વધારે પૈસાની, છતાં અછત વરતાય છે.


 સ્વાર્થ અને ગણતરીપૂર્વકનું જીવન, પ્રશ્ન કેમ ભૂલાય ?          

 કહે 'વંદના' પ્રેમની મીઠાશ ને લાગણીની ઉણપ અનુભવાય છે...


Rate this content
Log in