STORYMIRROR

Nayana Charaniya

Inspirational

4  

Nayana Charaniya

Inspirational

લોઇની સગાઇ

લોઇની સગાઇ

1 min
401

ઠેસ વાગી મને ને પીડા થઈ તને,

આજ તો લોહીનો સંબંધ !


તરછોડી દીધી દુનિયાએ જોઈ અશક્ત મને,

ત્યારે પણ તે છાતીએ વળગાડી દીધી મને.


ગુસ્સો કર્યો મે, રડાવી તને સામે મળ્યો મને માત્ર સ્નેહ,

આતો અમસ્તો નથી પ્રેમ જે મેળવવા દેવતા પણ જન્મ લે સ્નેહે ! 


મા એક શબ્દમાં જ આખું વિશ્વ સમાયું મારું,

'બેન ' ના બે શબ્દમાં જીવતર આયખું મારું ! 


ભાઈના હાથે ટપલી પ્રેમની અભિવ્યક્તિ થાય વ્યક્ત અહીં.

પણ કોઈ બોલી પણ જાય એક શબ્દ જો મને તો આવી બને તેની ! 


પિતા મારા પરમેશ્વર ને હું ભક્ત એની.

પ્રેમની તે કોઈ સીમા થોડી અહી ? 


અરે આતો 'પ્રેમ સગાઈ ' કરતા વિશેષ મારી ' લોઈની સગાઈ !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational