STORYMIRROR

KAJAL Shah

Inspirational

4  

KAJAL Shah

Inspirational

વટથી કહો હું ગુજરાતી

વટથી કહો હું ગુજરાતી

1 min
248

વટથી કહો,

મારી માતૃભાષા ગુજરાતી,


પીધાં ગામેગામનાં પાણી,

ચાખ્યાં સહુનાં ભાષાને વાણી,

પણ મારાં દિલની એકજ રાણી,

મારી માતૃભાષા ગુજરાતી,


માની ગળથુંથીથી મળી

રુધિર બની મુજમાં વહી,

માનો પ્રેમ બની ઉભરાણી,

મારી માતૃભાષા ગુજરાતી,


મૌનની ભાષા કે ઉદ્દગારની વાણી,

શબ્દો એના મીઠાં જાણે ગોળધાણી,

મનોભાવની એ એક જ સરવાણી,

મારી માતૃભાષા ગુજરાતી,


ગાંધી, ઝવેરચંદ કે મેઘાણી 

ભાષાનાં વૈભવની કરી સાચવણી,

મોંઘેરી એ જણસની કરશું વધામણી,

મારી માતૃભાષા ગુજરાતી,


મનથી ગુજરાતી, તનથી ગુજરાતી,

રહેશું રોમેરોમ વચનથી ગુજરાતી,

સદા રહીશું અમે એનાજ બંધાણી,

મારી માતૃભાષા ગુજરાતી,


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational