નારીનો રવિવાર.
નારીનો રવિવાર.
સોમવાર ઉગે કે રવિવાર થાય,
મારે તો હોય બસ કામની જ લાહ્ય.
આ તે કેવી સજા ન મળે એકેય રજા !
સરકારને પૂછું, આવું કેમ ને વાહ્ય ?
સ્ત્રીને ચોકો જાણે જનમ જનમનો સંબંધ,
કરો એનું વિશ્લેષણ, શોધો કોઈ તો ઉપાય !
કદીક તો હે પ્રભુ ! ઉગે એવો રવિવાર,
મને હાથમાં આપે કોઈ વરાળ નીકળતી ચાય.
ઉપમા સંગ "અનુપમા" મજેથી હું માણું,
કોઈ ન કહે બંધ કરો આ, થઈ ગઇ છે ઘાઈ.
તોય રવિવાર, એ તો પ્રિય વાર ગણાય,
રવિવારે જ તો સંબંધો ફરી રિચાર્જ થાય.
સહિયારું ભોજન ને સહિયારી ગોઠડીઓ,
રવિવારે ઘર તો ધરતીનું સ્વર્ગ જણાય.
