Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Manishaben Jadav

Inspirational

4.8  

Manishaben Jadav

Inspirational

હે માનવી ! આ તો તારી કેવી છે રીત

હે માનવી ! આ તો તારી કેવી છે રીત

1 min
264


અધિકાર અધિકાર કરે સૌ કોઈ

ફરજને જાણવા માગતું નથી કોઈ

હે માનવી ! આ તો તારી કેવી છે રીત..?


બાળપણમાં હક ભોગવી લીધા અનેક

ઘડપણમાં છીનવી લીધી જવાબદારી હરેક

હે માનવી ! આ તો તારી કેવી છે રીત..?


બીજાની જવાબદારી રહેશે શબ્દશઃ યાદ

પોતે શું કરવાનું એ નથી રહેતું જરા યાદ

હે માનવી ! આ તો તારી કેવી છે રીત..?


મગજમાં ભર્યો અધિકારનો મોટો ખજાનો

એ જ મગજે શોધ્યો ફરજથી માર્ગ છટકવાનો

હે માનવી ! આ તો તારી કેવી છે રીત..?


અધિકાર અને ફરજની આ હોડમાં

ભૂલાય છે ફરજ, ફસાયા છે અધિકારમાં

હે માનવી ! આ તો તારી કેવી છે રીત..?


Rate this content
Log in