વીજળીના ચમકારે
વીજળીના ચમકારે
પંખીઓ પોતાનો માળો મૂકી વિહરવા ચાલ્યા છે
કેટલી સુંદર છે આ તેઓ કાંઈક નિહારવા ચાલ્યા છે
આકાશે ચમકી વીજળી એવી જાણે ઈશ્વરે સુવાસ ફેલાવી છે
ભર અંધારે ચમકીને રાતને દિવસ કર્યું છે
ચમ ચમ કરતી વીજળી ચાલતી આવી છે
માનવ મનને તે બહુ ભાવી છે
આકાશે કેટલા રંગો પોતાની અંદર ભર્યા છે
ધીમે ધીમે પોતાના રંગોને જગત આગળ ઉજાગર કર્યા છે
મેઘધનુષ્યના સાત રંગોમાં રંગાય છે દુનિયા હવે
વીજળીના ચમકારે ચમકે છે ' દિવ્ય ' દુનિયા હવે.
