STORYMIRROR

Deval Maheshwari

Inspirational

3  

Deval Maheshwari

Inspirational

સ્ત્રી છે બધું કરી જાશે

સ્ત્રી છે બધું કરી જાશે

1 min
38

છેતરાઈ જાય છે પોતાની જાતથી 

પાણીની જેમ બધામાં ભળી જશે 

સ્ત્રી છે બધું કરી જાશે,


અસંખ્ય શક્તિઓથી ભરેલું છે દેહ એનું 

ઘરને સાચવવાની સાથે બહારનું બધું કરી જાશે

સ્ત્રી છે બધું કરી જાશે,


મંઝિલ સુધી પહોંચવું છે એને હવે 

જવાબદારીના ટોપલાનું ભાર સહી જાશે 

સ્ત્રી છે બધું કરી જાશે,


મીઠા વૃક્ષના મૂળિયાંઓ ચૂસાય છે

નથી બોલતી તો એનું અસ્તિત્વ ચૂસાઈ જશે 

સ્ત્રી છે બધું કરી જાશે,


થઈ છે સ્ત્રી જ સ્ત્રીની વેરી હવે

ઘરમાં નથી હોતી કદર એની તો બહાર શું થશે ? 

સ્ત્રી છે બધું કરી જાશે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational