Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rupal Sanghavi

Inspirational Others

4  

Rupal Sanghavi

Inspirational Others

"બે મોંઢાનો માણસ"

"બે મોંઢાનો માણસ"

1 min
298


તારા મોંઢે તારી કરશે, ને મારા મોંઢે મારી,

બે મોંઢાનો માણસ એને, ઢોલક સાથે યારી.


વ્હાલા થઈને પ્રેમ બતાવી, વાતો પુછે સારી,

'ચુંબકીય' લાગણીઓ લઈને, આકર્ષે એ ભારી.

બે મોંઢાનો માણસ


ભોળવીને જાણીલે સઘળું, ચતુરાઈ પણ હારી,

એક-બીજાને અંગત થઈને, મુકી જશે ચિંગારી.

બે મોંઢાનો માણસ


હિતશત્રુથી દૂર જ રહિએ, તો નહિ ફાવે એની કારી,

સ્પષ્ટ કહીએ સત્ય સદાયે, કલમ કહે બેધારી.

બે મોંઢાનો માણસ


સંબંધોની શરમે ભરમે, બોલીએ બહુ વિચારી,

પણ બે મોંઢાના માણસ સાથે, ન રાખો મિત્રાચારી.

બે મોંઢાનો માણસ


Rate this content
Log in