STORYMIRROR

Jignasa Mistry

Inspirational

4  

Jignasa Mistry

Inspirational

ગાંધી આવ્યા મુજ સ્વપને

ગાંધી આવ્યા મુજ સ્વપને

1 min
470

ઉઠ ઉઠ ને જાગ મુસાફિર, 

કે મંજિલ હજી મળી નથી,


ગાઢ નિંદ્રામાં હું રે પોઢી

કોણ આવી મુજને જગાડે,

ઉઠ ઉઠ ને જાગ...


આંખો ચોળી ચશ્માં પહેરી,

દૂબળી કાયા, લાકડીવાળા,

ચશ્માવાળા ગાંધીજી જોતી,


ઓ હો ! આ શું હું જોતી !

આંખો મહી મારા બાપુ જોતી,

બાપુ કહેતા, ઉઠ ઉઠ ને જાગ.


બાપુ આટલી દૂર શાને આયા,

શું સદનસીબછે આ મેં તો પાયા,

બાપુ કહેતાં આઝાદીના ૭૫ થયાં,

પ્રભુને વિનવું, ભારતમૈયા જોવાં,


ભારતમાતને વંદન કરી,

નિકળ્યો મારાં દેશને જોવા,

માતા મારી રોતી દીઠી,

કહું 'જિજ્ઞાસા' તને વાત હું પુરી,


સ્વચ્છતાની વાતો છે કોરી,

જ્યાં ત્યાં ગંદકી મેં તો દીઠી,

બેકારી, ગરીબી, નિરક્ષરતાને ચોરી,

ના દૂર થઇ આ બદીઓ હજી,


ભ્રષ્ટાચારનો થયો વધારો,

શિક્ષિત પણ અશિક્ષિત જાણ્યો,

સ્ત્રીની ઘરેલું હિંસા જોઇ,

બળાત્કાર પણ ક્યાં અટક્યો હજી,


મોટી મોટી ઇમારતો દીઠી,

પણ રસ્તા ખાડે ખબક્યા હજી,

ટેક્નોલોજીનો ફાળો જોયો,

મોબાઇલનો ગુલામ માનવી પણ જોયો,


શાળા, મહાશાળા પણ જોઇ

બાળમજૂર જોઇ આંખો આ રોઇ,

વિકાસ વિકાસની વાતો જોઇ,

નથી કહેતો કે વિકાસ જ નઇ,

પણ નથી હજી આ મારાં સ્વપ્નનું ભારત,


શહીદોના લોહી ઢોળી,

અહિંસાની લડતો જોડી,

હતું સપનું કે બનશે એક સુંદર ભારત,

પણ હજી ના બન્યું મારા સ્વપ્નનું ભારત,

  

કહું 'જિજ્ઞાસા' તું વાત મારી જાણ

'વિના સહકાર નહિં ઉદ્ધાર'

સાથે મળો સાથે નિષ્ઠાવાન બનો,

બનાવો મારાં સ્વપ્નનું આદર્શ ભારત,


નમન કર્યા મેં બાપુને દઇ વચન,

કે બનાવીશું એક આદર્શ ભારત,

ઉઠ ઉઠને જાગ મુસાફિર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational