STORYMIRROR

Jignasa Mistry

Tragedy Inspirational Others

4  

Jignasa Mistry

Tragedy Inspirational Others

ફરી જરૂર ગાંધી, શાસ્ત્રીની

ફરી જરૂર ગાંધી, શાસ્ત્રીની

1 min
240

ફરી જરૂર છે ગાંધીજી ને શાસ્ત્રીજીની, 

સત્ય, અહિંસા, કર્મનિષ્ઠા ભણાવવાં,

ફરી જરૂર છે... 


સ્વચ્છતાની વાતો ને સાદગી શીખવવા, 

ધર્મ, કર્મ, માનવતા ને ગીતા શીખવવા,

ફરી જરૂર છે... 


ચોરી, રિશ્વત ને ભષ્ટાચાર હટાવવા, 

ગરીબી, બેકારી ને, બળાત્કાર હટાવવા, 

ફરી જરૂર છે... 


આઝાદીનો મોલ, રામરાજ્ય સ્થાપવા, 

નેતાને શાસન, આચરણથી સંદેશ સ્થાપવા,

ફરી જરૂર છે... 


જીવનમૂલ્ય ને ભાર વિહીન સંસ્કારનું શિક્ષણ, 

વેદો, ઉપનિષદો, શ્રવણ, ધ્રુવ, વિક્રમનું જ્ઞાન અર્પવા,

ફરી જરૂર છે... 


ભારતમાતા પાપ સહેતી, ઘરે ઘરે સાદ દેતી, 

આઝાદીમાં પણ આધુનિક ગુલામી દીસતી, 

ફરી જરૂર છે... 


ઊઠો, જાગોને મારા ગાંધી, શાસ્ત્રી સમ બનો, 

એક રાષ્ટ્રનું સર્જન કરવા, જરૂર ગાંધી, શાસ્ત્રીની,

ફરી જરૂર છે... 


 દેશને ફરી જરૂર છે, ગાંધી, શાસ્ત્રીની... 

 ભારતીયો, ફરી જરૂર છે ગાંધી, શાસ્ત્રીની.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy