STORYMIRROR

Divakar Narendrakumar Badheka

Tragedy Inspirational

3  

Divakar Narendrakumar Badheka

Tragedy Inspirational

અંધારું

અંધારું

1 min
25

હે ઈશ્વર ભૂખમરારૂપી અંધકારને દૂર કરી દરેક ભૂખ્યાને બે ટંક અન્ન મળી રહે તેવો સદા ઉજાસ આપજો..


પોતાના ધર્મ ને કટ્ટરતાના નામે દેશમાં રહી ઝેર ઓકનારનો અંધકાર દૂર કરી સદબુદ્ધિનો પ્રકાશ આપજો પ્રભુ..


સમાજના કુરિવાજોનો અંધકાર દૂર કરી સ્ત્રીને સમાનતા ને સન્માન મળે તેવી ચેતના દરેક નારીને આપજો ને સાચું જોવાની દ્રષ્ટિ નર ને આપજો પ્રભુ..


ગંદા રાજકારણની નિશા ત્યજી દેશ માટે ને પ્રજા માટે જીવે તેવી પ્રામાણિકતાનો પરોઢ સૌ નેતાને આપજો પ્રભુ..


સરકારી ફરજ હોય કે ખાનગી ડિગ્રી, સ્વલાભ કે નફારૂપી પડદો ત્યાગી સેવરૂપી તત્પરતા આપજે પ્રભુ...


વહુ એ સાક્ષાત લક્ષ્મી છે માટે તે થકી ભૌતિક સંપત્તિ કાજે દહેજ માટે મારી લાલચ ને દાનવરૂપી અંધકારને સદા દફનાવજે પ્રભુ..


જિંદગી કરતા ભણતરનું વિચારતા નબળા મનના ડગલે ને પગલે પંખે ઝૂલતાં અજ્ઞાની વિદ્યાર્થીઓનો અંધકાર હવે મિટાવજે પ્રભુ...


પેલા ને વધુ ને મારે ઓછું એ માનસિકતાનું અંધારું દૂર કરી સંતોષની સવાર આપજે પ્રભુ..


જીવ કરતા પૈસો, ચોરી લૂંટફાટ, ખૂન રૂપી ગુનાહિત માનસ મિટાવી અલગ જીવન જીવવાની પ્રેરણા હર દુરાચારીને આપજે પ્રભુ..


સંપત્તિ, સાધનો, ભૌતિક સુખ એજ સર્વસ્વ છે, તે અજ્ઞાનતા છોડી માનવતા, પ્રેમ, સહકાર, આદર, દેશપ્રેમ ને પ્રભુકૃપા જ સર્વસ્વ છે તે અચળ જ્ઞાન આપજે પ્રભુ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy