STORYMIRROR

Divakar Narendrakumar Badheka

Inspirational

3  

Divakar Narendrakumar Badheka

Inspirational

પથિક

પથિક

1 min
35

થઈ શરૂઆતનો મળ્યું ખોળિયું..

માં ના ઉદરથકી મળી જીવનકેરી રાહ..

ચાલવા નીકળ્યો બની મુસાફર..

બાળપણ થકી કરી શરૂઆત, યુવાનીને આંગણે પ્રવેશ્યો પથિક..

જીવનનું મૂળ ધ્યેય જો મળી જાય તો અવિરત ને અચળ શ્રદ્ધા થકી ઘડે કારકિર્દી, કુટુંબને સમાજોપયોગી થાય

પથિક..


જો હોય દુરંદેશી ને દેશભાવના તણો તો થશે મહાન, રાષ્ટ્રકેરી રાહ પર જય પથિક..

પ્રકાર પથિકતણા છે અનેકાનેક..

ચાલે રાહગીર એકથી બીજા સ્થળે થઈ પ્રવાસી.. 

સહે કંકણ, પથ્થર, ઓળંગી નદીઓ, પર્વતો, ઝરણાં ને ઉપવન નિહારીને થાય કૃતાર્થ પથિક..


કમાવા રોજીરોટી જન્મભૂમિ છોડે પથિક..

થઈ પરપ્રાંતિય, સહી તાપ,ભૂખ, શરીરપીડા

અવિરત કરે મજૂરી બની શ્રમિક પથિક..

કમાઈ નાણાં રોજેરોજ વાપરતો ને વતન મોકલતો હરહંમેશ કમાઈ સ્વજનોને શ્રમિક..

હોય કુદરતી કે કૃત્રિમ આપત્તિઓ ખરે ટાણે લાચાર થઈ રહ્યો પથિક..


નથી કોઈ સાધનમાં ભોમની વાટે જવા

તેથી પગપાળા જ ને ભૂખ્યો તરસ્યો ચાલ્યો પથિક..

થશે અનુકૂળ કૃપા એક દી' કુદરતની એ આશ ફરી બાંધતો પથિક..


જરૂર છે પથિક બની સમજવાની કે જિંદગી નથી સરળ પથિકતણી..

માનવે જીવનના તમામ પડાવે બનવું જ રહ્યું પથિક..

મંજિલ દૂર નથી કોઈની પણ અચળ ડગ ને મનથી પહોંચશે જ મુસાફર તમામ નિજ મંજિલ સુધી..

માનવે- માનવે,સંબંધે- સંબંધે,પ્રવાસે-પ્રવાસે કે અંતર્મુખ થવા બદલાતી વ્યાખ્યા પ્રવાસી તણી..

છેવટે તો છે પ્રવાસી સૌ પથિક..


હેતુ હોય પહોંચવાનો કોઈ મોભી, પદવી, ગાદી ગામ, રાષ્ટ્ર કે સમાજ..

સંબંધ કે સ્વમોક્ષ કાજે

પથ ત્રણ જ છે..

નિરંતર યત્ન, આત્મવિશ્વાસ ને હરિ શ્રદ્ધા તે થકી જ ચાહી મંઝિલે પહોંચે પથિક..

કૃતજ્ઞ છું હું પથિક,ને આશ છે કે થશે એકવાર તો સાક્ષાત્કાર પ્રભુ તણો ને કૃતાર્થ થશે પથિક.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational