અપેક્ષા
અપેક્ષા
હે જીવ તું રાખ અપેક્ષા જો બીજા જીવ તણી,
તો ક્યાંક તું હરખાય, ક્યાંક તું ભરમાય, ક્યાંક તું કરમાય,
પણ જો તું રાખ અપેક્ષા જો શિવ તણી, તો તું જીવથી ખોવાય, સ્વથી જોડાય ને થાય શિવમય..
અપેક્ષા થકી એક જીવ બીજા જીવને બાળે, પણ રાખે જો એક જીવ અપેક્ષા શિવતણી તો શિવ એ જીવને તારે.
