Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Divakar Narendrakumar Badheka

Inspirational Others

3  

Divakar Narendrakumar Badheka

Inspirational Others

ભૂલ

ભૂલ

2 mins
204


હરિ એ આપેલ દેહની કિંમત ના આંકવી એ ભૂલ...

કર્મ કરતા નસીબ જોરે બેસવું એ ભૂલ..

પરોઢનો સૂર્ય, પક્ષીઓનો કલરવને ન માણી ઘરદ્વાર વાસી રાખવાએ ભૂલ...

આત્મા અને મન ને યોગ,ધ્યાનનો ખોરાક ન આપવો એ ભૂલ...

ગરીબ જોડે વ્યવહારમાં રકજક કરવી એ ભૂલ...

ખુરશી ખાતર પ્રજાને લૂંટવી એ ભૂલ...

મહામારીમાં પણ મતબેંક જ જોવી એ ભૂલ...

સ્વાર્થ ખાતર સંબંધ રાખવા એ ભૂલ...

અવળે રસ્તે જતા મિત્રને ન રોકવો એ ભૂલ..

સમય,સાથ ને સગપણની કદર ન કરવી એ ભૂલ...

યાદ કરી સંદેશા પાઠવનારને અવગણવા એ ભૂલ...

હું જ સાચો,તમે ખોટા એ મિથ્યાભિમાનમાં રાચવું એ ભૂલ...

દેખાડા માટે મોટું થવું એ ભૂલ..

જરૂરિયાત કરતા શોખ માટે નાણાં વેડફવા એ ભૂલ..

ભૂખ્યાને ભૂખ્યા રાખી ખોરાકને એંઠવાડ કરવો એ ભૂલ..

સનાતન ધર્મને ત્યજી પર ધર્મ સ્વીકારવો છે એ ગુનો નથી એ અધર્મી ભૂલ..

રાષ્ટ્ર,જવાન ને કિસાનને યોગ્ય સત્કાર ન આપવો એ ગંભીર ભૂલ..

સ્વસંસ્કૃતિની યોગ્ય ગરિમા ન જાળવી પર સંસ્કૃતિનું આંધળું અનુકરણ એ ભૂલ..

પ્રથમ ભાતરું, કુટુંબને સ્થાને અન્યત્ર દાન કરવું એ ભૂલ...

સ્વગોત્ર,કુળ કે સમાજનું જ્ઞાન ન હોવું એ ભૂલ..

પ્રયત્ન ન કરી હાર નો દોષ ભગવાનને દેવો તે ભૂલ..

ઉપકારને બદલે અપકાર કરવો એ ભૂલ..

મન ને મારી ને જીવવું એ ભૂલ..

ખુશી માટે નઈ પણ કરવા ખાતર કરવું એ ભૂલ..

એક ઠોકરને લઈ નિરાશાની ગર્તામાં ડૂબવું એ ભૂલ...

માનવતા ભૂલી આચરવું એ અનૈતિક ભૂલ...

નૈતિકતા ભૂલી સ્ત્રી, બાળકો સાથે ક્રૂરતા આચરવી એ નથી ક્ષમ્ય ભૂલ પણ છે ગુનો...

દેશ કાજે શહીદી વહોરનાર એક ને પણ ભૂલવા એ અમાનવીય ભૂલ..

માં ભોમ,રાષ્ટ્રધ્વજ માટે સમય ન આપવો એ ભૂલ..

માત્ર અન્યાય સહેવો જ નહીં પણ જોવો એ પણ ભૂલ..

બહારના ઘોંઘાટમાં અંતરનાદને ન સાંભળવો એ પણ એક મૂર્ખતાભરી ભૂલ...

નિ:સ્વાર્થ પ્રકૃતિનો ગણ ન કરવો એ મોટી ભૂલ..

ફરજ પ્રત્યે આળસુ ને મતલબી થવું એ પણ ભૂલ..

જન્મદાતા, ગુરુજન કે સ્વજન જેને નિ:સ્વાર્થ ટેકો દીધો તેને બોજ ગણી તરછોડવા એ અક્ષમ્ય ભૂલ..

મહામૂલો માનવદેહ આપી ધન્યધરા દેનાર ઈશ્વરનો દૈનિક આભાર ન માનવો એ કૃતઘનતા ભૂલ ને...

જીવન જીવતા જીવન લક્ષ્ય ભૂલી જીવન મૂલ્યોને કોઈપણ ભોગે છોડવા એ મૃતપાય હોવા જેવી ભૂલ.


Rate this content
Log in