ભીતર
ભીતર


વ્યક્તિ હોય છે અલગ બહારથી ને ભીંતરથી.
આપે પ્રેમ સૌ ને તો તરસ્યો પોતે પણ હોય ભીંતરથી.
ચાહે સદા પોતાનું કોઈ ભીંતરથી,
ને સમજે પોતાને કોઈ ખાસ તો ભીંતરથી,
જવાબદારી થકી દેખાય ખુશ બહારથી,
પણ હોય થાકેલ હોય ભીંતરથી.
સાથ તો સૌ આપે છે ને કહે હું સાથે છું તારી,
પણ સમયજ બતાવે કોણ છે સાથે તારી ભીતરથી.
બીજાને ખુશ રાખવા એ કાઈ મોટી વાત નથી,
સમજણ ને સમાધાન થકી એ તો સહજ થઈ જાય છે,
પણ જાતને ખુશ રાખવી કઠિન છે ભીંતરથી.
આમ તો જરૂરી ભૌતિક સંપત્તિ ને,
ઐશ્વર્ય, માન, પ્રતિષ્ઠા, ને મોભો જગ સામે,
પણ મુખ્ય તો છે આત્મસંતોષ ને સ્વખુશી ભીતરથી.
થાકે જો કદી તું જરૂરી છે શારીરિક બળ ઉઠવાને કાજ,
પણ એટલું જ જરૂરી છે કે તું કદીયે ના થાકે મનથી કે ભીતરથી.
જીવનરૂપી અવતારમાં કોઈ પાસે નથી પૂર્ણ રંગોળી,
પરંતુ છે તારી પાસે આત્મબળ ને પ્રભુ કેરી શ્રદ્ધાની પીંછી,
એ જ જરૂરી છે સમજવું ભીતરથી.