STORYMIRROR

Divakar Narendrakumar Badheka

Inspirational

3  

Divakar Narendrakumar Badheka

Inspirational

મારી પ્રીત

મારી પ્રીત

1 min
17

પ્રીત એક છે કુટુંબ ને ભાતૃભાવની જે થકી રચાઈ રામાયણ..

પ્રીત એક દીઠી સંપત્તિ ને અહંભાવ જે થકી રચાયું મહાભારત..


પ્રીત એક દીઠી પ્રભુ ભક્તિ કેરી જે થકી અમર થયાં નામ ભક્ત મીરા ને નરસિંહ મહેતા..

પ્રીત એક દીઠી કૃષ્ણ કાજે અમરપ્રેમની જે થકી પૂજાય આજે પણ રુક્ષમણીજી ને રાધાજી..


પ્રીત એક દીઠી દેશ ને માતૃભૂમિ એક કાજે અમર થયા શ્રી સરદાર,ગાંધી, સુભાષચંદ્ર,લાલ, બાલ, પાલ, સુખદેવ, રાજગુરુ ભગતસિંહ ને અગણિત સૈનિકો...

પ્રીત એવી એક દીઠી અંતરિક્ષ તણી, બની મિસાઇલ મેન શ્રી.કલામે યશકલગીઓ ઉમેરી દેશ કાજે..


પ્રીત એવી તો દીઠી સત્ય સાથે થઈ ગયા હરિશ્ચંદ્ર એક નવ થશે કોઈ બીજા..

પ્રીત એવી તો બાંધી ગણના સાથે ને થયાં એક રામાનુજ..


સંગીત સાથે પ્રીત કરી બન્યા સંગીતસમ્રાટ એક તાનસેન..

રૂપેરી પડદા સાથે પ્રીત કરી અગણિત થયાં અદાકારો જે આજે પણ જીવંત આપણા સૌમાં..


રમતો સાથે પ્રીત કરી અગણિત થયાં રમતવીરો ને નામ ઉજાળ્યું દેશનું દુનિયામાં..

પ્રીત સાચી દીઠી ને સમજાણી સૌને આ વર્તમાનમાં જ્યાં બીજા જીવ કાજે મૂકી જોખમે સ્વજીવ તે થયાં યોદ્ધા બની તબીબો ને નર્સ..


આમ પ્રીતની તો થાય ના વાત જ્યાં હોય મોકળાશ, હેત, વિશ્વાસ ત્યાં રહેશે સદા પણ થશે નામશેષ પ્રીત જ્યાં હશે મદ, ખિજ ને દ્વેષ..

મારી તો સદા એક જ રીત બસ પ્રભુ ને સૌ જીવ સાથે પ્રીત ને પ્રીત એજ મુજ જીવનસંગીત.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational