STORYMIRROR

Divakar Narendrakumar Badheka

Others

3  

Divakar Narendrakumar Badheka

Others

શબ્દોની સરવાણી

શબ્દોની સરવાણી

2 mins
251

સરવાણી શબ્દોની જો હોય તો તે મા ની મમતા જેવી..

પિતાની કોમળ ને શિસ્તસભર કઠોરતા જેવી..

બહેન માટે ભાઈના અડગ ઓથ ને હૂંફ જેવી..

ભાઈ માટે બહેનની ટીખળમય ને પક્ષ લે તેવી..

દાદી-દાદાના ઓછાબોલા પણ માથા પર મૂકેલ વહાલસોયા હાથ જેવી..

પ્રિયતમો વચ્ચે નિ:સ્વાર્થ ને મૌનમાં પણ અપાર અસ્ખલિત પ્રેમની અભિવ્યક્તિ જેવી..

દંપતિઓમાં મુક ઈશારાની અનંત સાથ-વિશ્વાસની અભિવ્યક્તિ જેવી..

પ્રભુ અને ભક્ત વચ્ચે અનંત, અવિચળ ને નિ:સ્વાર્થ ભક્તિ જેવી..

ગુરૂ ને શિષ્ય વચ્ચે શિસ્ત, શિક્ષણ, માન ને શીખની તન્મયતા જેવી..

અર્થ, કૂટનીતિ, ધર્મભાવ સટીકતા ચાણક્યતણી..

સત્યપરાયણતા જાણી તે મહાત્મા ગાંધી જેવી..

ધર્મતા દીઠી શબ્દો થકી તે એરિસ્ટોટલ, ડોંગરેજી ને વિવેકાનંદજી જેવી..

શીખ આપી જગને મારી ચાબખા તે અખા ને મોરારી, તરુણસાગર જેવી..

સાદગી, સમર્પણ ને પ્રેરણા મળી દેશને કલામ સાહેબ જેવી..

જેલી દુઃખ, જગને આપ્યું સુખ તે સરવાણી 'સાંઈ' 'જલા' ને નરસિંહ જેવી..

પીરસી જગને ઉમદા વાતો તે ગાલિબ, અટલ, ઇન્દોરી, ફાઝલી ને દત્ત શર્મા જેવી...

વિરહ થકી મુક બની સરવાણી આપી અજોડ પ્રેમની તે મીરા ને રાધા જેવી..

નથી જરૂર બીજું કાંઈ જો મળે એક હાથ ખભા પર કોઈ દુઃખ ટાણે તો શી જરૂર કોઈ શબ્દની, એ ભાષા જ તો છે અબોલ જે બોલ જેવી..

જરૂર તો હર પળ છે શબ્દની, જો કોઈ ચડે બલી બની નિર્દોશ કે લાચાર કે અબળા ત્યારે ફૂટે એજ સાચી વાણી..

મન, કર્મ, વચનથી થાય ના કોઈનું અહિત ને ભક્તિભાવ, નિશ્ચળ મને જો ભજે હર દેહ તો એજ છે આત્મ પિછાણી..

મૌન બની આતમ ઓળખે ને બીજાને સમજે, તો એજ છે સાચી સરવાણી..

કરું હું 'શબ્દ વાવેતર' એવું કે, જે થકી કે કોઈ દુઃખી પણ મને જોઈ થઈ મલકી, બસ મારે મન તો એજ શબ્દોની સરવાણી.


Rate this content
Log in