STORYMIRROR

Divakar Narendrakumar Badheka

Romance

4  

Divakar Narendrakumar Badheka

Romance

મારો શ્વાસ.."તું"..

મારો શ્વાસ.."તું"..

2 mins
292


જો તું નથી મારી પાસ, 

જાણે દૂર થયો આ મુજ તનથી શ્વાસ, 

તુજ સ્મરણ સદા ફરે, 

મારા તન મનની પાસ,


રહી ભલે તું દૂર આંખોથી,

પણ આમ અંતરમહી જ છો,

વિરહની વેદના છે પણ, 

પ્રેમ પર મારા મને છે વિશ્વાસ.


સપનામાં પણ સદા આવતી તું..

તે થકી હું પામું તને પાસ

મારી મિતની છબી જોઈ ને કે

સાદ સાંભળી હું થતો ખુશ..


માનું છું તને પ્રભુ ભેટ મારી,

મન ને જીવનની મિત

નથી તારા સિવાય કોઈ મારો પ્રેમ આ આયખામાં,

બસ ચાહવી છે અનંત તને મારી મિત.


છે તારું ને મારુ શરીર જુદું મિત,

પણ મારો આત્મા,મન,હૃદય,શ્વાસ,

ચિત્ત બસ ખબર નઈ તારામાં જ સ્થિર,

રાખજે વિશ્વાસ ને હેત મારા પર મારી મિત,

કારણ ફક્ત તુંજ છે મારું સર્વ જીવનસંગીત.


રોજ એમ થાય કે ક્યારે હું ને મારી મિત મળશું,

બેસીસુ સાથ બે કરશું અનંત વાચા,

માંગી લીધી છે તને સદા માટે,

તું જ સાક્ષીએ હરિ મંદિરે.


ને જ્યારથી થયો એહસાસ તું જ સાથે પ્રેમનો,

તે જ વેળા થયો હું મારી મિતને તન, મન, ધનથી અર્પણ,

આવશે ટૂંક વેળામાં સુખનો સુરજ,

તું રાખજે શ્રદ્ધા મારી મિત.


પરોઢેથી રાત્રી સુધી બસ,

તું દરેક શ્વાસે રટાતી મારી મિત,

મારા હૃદયમાં તું સદા ધબકતી મારી મિત.


તું જ ખુદા ને તું જ રાહબર મુજ માટે

ફક્ત તુજ માટેજ મારા શબ્દો ને કલમ ધબકતી,

ને કહેતી મારી મિત મારી મિત.


જિંદગીમાં બસ મને તું જ જોઈએ, ને તું જ જિંદગી મારી..

કરે પ્રાર્થ આ દેવ હરિને પામું મારી મિતને જન્મોજન્મ.


બસ તું કદી ના થતી દૂર મુજથી,

ને જેમ તું વસે છે મુજ હૃદયમાં,

ચાલજે હર કદમ મુજ સાથ.


એકમેકને ચાહતા આપણે ને રહેતા દૂર છતાં હરિ સામે 

આ મારો ભાવ અર્પણ ફક્ત મારી મિત ને,

પઠજે એકવાર મારી મિત

બસ તારો ને ફક્ત તારો મન મિત.


Rate this content
Log in

Similar gujarati poem from Romance