વાટ જોઉં છું તારી
વાટ જોઉં છું તારી
તડપ મને લાગી છે, મધુર મિલનની તારી,
તને નિરખવા તડપું છું, હું દિન રાત સારી,
તરસ મને લાગી છે તું, બુઝાવ તરસ મારી,
હૃદય મારૂં ધડકે છે, જ્યારે યાદ આવે તારી,
નયન મારા તલસે છે, અશ્રું વહે છે ભારી,
શોધી રહી છું વન ઉપવનમાં, સૂરત દેખાડ તારી,
વિરહ નથી સહેવાતો ઓ શ્યામ સુંદર ગિરિધારી,
શા કાજે છૂપાઈ ગયો તું, કઈ ભૂલ થઈ છે મારી,
યમુના કિનારે ઊભી છું હું, વાટ જોઉં છું તારી,
"મુરલી" માં તાનો છેડીને, નચાવ રાસ વિહારી.
