દૂર જવું છે
દૂર જવું છે
દૂર જવું છે બસ પોતાનાથી, બધાથી, લાગણીઓથી…...
કોઈને નથી ચાહવું, નિઃસ્વાર્થ બની સેવા કરવી ગમે છે પણ કોને માટે ?
બસ દૂર જવું છે પોતાનાથી, બધાથી, લાગણીઓથી…...
ક્યારેક ખુશી મળે, ક્યારેક છીનવાઈ જાય, લાગણીની રમતથી બસ દૂર જવું છે.
શા માટે છે આ લાગણી, જે બીજા માટે બોજ બને ?
બસ દૂર જવું છે વિચારોથી, પોતાનાથી, સ્પર્શથી, હૂંફથી, આલિંગનથી બધાથી દૂર……
ન કોઈ ઓળખે, ન કોઈ જાણે, ન કોઈ સગપણ, નથી જોઈતું કોઈ દૂર-સુદૂર
બસ દૂર જવું છે બધાથી જોજનો દૂર, દરેક શબ્દથી, દરેક અનુભવથી, દરેક લાગણીથી..
સંન્યાસીને વળી લાગણી કેવી ? પ્રેમ કેવો ? સહાનુભૂતિ કેવી ?
બસ દૂર જવું છે પોતાનાથી, બધાથી, લાગણીઓથી…...
‘તું’ શબ્દના પડઘાથી, એમાં રહેલી આત્મીયતાથી, નથી સાંભળવું હૃદય શું કહે છે !
બસ દૂર જવું છે નકારથી, તમારાથી, કાલથી, આજથી, અત્યારની દરેક પળથી,
બસ દૂર જવું છે પોતાનાથી, બધાથી, લાગણીઓથી…...
તમારા સાદથી, તમારા આકારથી, તમારા ઓજસથી, બસ દૂર જવું છે.
નથી જોવું કંઈપણ, નથી જોવો ચહેરો સોહામણો,
આત્મીયતાથી વોટ્સ એપથી, ચેટથી, લાગણીથી, આભાસી પ્રેમથી, મૃગજળ સમી પ્યાસથી,
બસ દૂર જવું છે, પોતાનાથી, એકાંતથી, કોલાહલથી બસ…….
મને તરસ છે તારા લાગણીની, ભીના સ્પર્શની, તારા આત્મીય શબ્દોની, મને આસ છે લાગણીની, પણ લાગણી છેતરામણી છે.
બસ દૂર જવું છે, પોતાનાથી, અપરાધબોધથી, અપેક્ષાઓથી, વેદનાથી, સ્વથી, તારાપણાની લાગણીથી, તારા પડછાયાથી બસ દૂર જવું છે….
પણ ક્યાં…? અહર્નિશમાં ? તારા આલિંગનમાં ? કે તારા સ્પર્શમાં ?

