STORYMIRROR

Kalpesh Vyas

Romance

3  

Kalpesh Vyas

Romance

... શક્યો નહી

... શક્યો નહી

1 min
527




મને વિણવા માટે આપેલા ચોખામાં,

ઝીણા કાંકરા, હું ભાળી શક્યો નહી,

એણે વિણેલા ચોખામાંથી ભુસું,

ચાળણી વડે, હું ચાળી શક્યો નહી,


એ તો રાંધી શકે છે ચોખાની વેરાઇટીઝ,

સાદા છુટ્ટા ભાત, હું રાંધી શક્યો નહી,

એ બાંધી શકે છે ખાખરાનો લોટ,

રોટલીનો લોટ, હું બાંધી શક્યો નહી,


એ વણે છે ગોળ ગોળ સરસ રોટલીઓ,

લંબગોળ રોટલીઓ, હું વણી શક્યો નહી,

એણે શિખ્યા છે જીંદગીનાં એવા દાખલા,

એમાના થોડા દાખલા, હું ગણી શક્યો નહી,


ચા તો અમે બન્ને નિ:સંદેહ બનાવીએ છીએ,

લહેજતનું સુસંગતપણું, હું જાળવી શક્યો નહી,

કપડા ધોઈને એ નિચવી પણ નાખે છે,

ધોએલા કપડા, હું તારવી શક્યો નહી,


ઘરખર્ચમાંથી પણ એણે બચત કરી લીધી,

મારા ખર્ચમાંથી કંઈ, હું બચાવી શક્યો નહી,

એ નજરઅંદાઝ કરતી રહી મારી બેરુખીને,

અહંભાવ પોતાનો, હું પચાવી શક્યો નહી,


ભેદભાવ એ હસતે મોઢે સહેતી રહી,

ક્ષણિક ભેદભાવ, હું સહન કરી શક્યો નહી,

એની લાગણીની નદી તો સતત વહેતી રહી,

પ્રેમની નૌકાનું, હું વહન કરી શક્યો નહી,


એણે મારી માટે ફાળવ્યો છે મબલક સમય,

એક ખાસ સમય, હું ફાળવી શક્યો નહી,

એ તો બખુબી સમન્વય બનાવી શકે છે,

પણ તાલમેલ, હું જાળવી શક્યો નહી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance