દર્પણ
દર્પણ
1 min
688
તું જ મારુ દર્પણ તું જ મારો સાજન,
તારા વિના કોણ પ્રતિબિંબ દેખાડશે સાજન.
તારો ભાવ આંખોની ઝરમર છે સાજન,
જીવનની સરગમ બનશે ત્યારે સાજન.
તારો સહકાર મારુ જીવન દર્પણ સાજન,
પવન ને ફોરમની ભાવના લહેરાશે સાજન.
તું દર્પણ બની ઓઢણીની ભાત છે સાજન,
હાથમાં રચેલી મહેંદીની લાલી છે સાજન.
મેઘા, જીનુ બની રહયા પ્રતિબિંબ તારુ સાજન,
પરિવાર બન્યો મારી લાગણીનુ દર્પણ સાજન.

