STORYMIRROR

Mahendra Rathod

Romance

3  

Mahendra Rathod

Romance

તને જોઈને

તને જોઈને

1 min
5.2K


આમતેમ ગોઠવેલા શબ્દોને,

અમારી કવિતા સમજી જાય છે,

છુટા મુકેલા શ્વાસને પણ એ,

અમારા ધબકાર સમજી જાય છે.


જે થાય તમારા હૈયાને આજે,

એવુંજ અમને પણ થાય છે,

એકાંતમાં હું એકલોને,

મજાની મહેફિલ તારાથી જ થાય છે.


ખૂટી જાય જો ક્યાંક રસ્તામાં,

તરસની કોઈ વેળાએ કશું,

ઝરણાને પણ જોઈ તને ત્યાં,

એકાએક ફૂટવાનું મન થાય છે.


બદલાતું રંગથી એકાએક,

કોરું ધાક્કોર દેખાતું એ વાદળું,

લહેરાતા કેશના વાયરાની સંગાથે,

ઓચિંતું વરસી જાય છે.




Rate this content
Log in

Similar gujarati poem from Romance