STORYMIRROR

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Others Romance

3  

મણિલાલ શ્રીમાળી 'મિલન'

Others Romance

વાસંતી વાયરા

વાસંતી વાયરા

1 min
611


વાસંતી વાયરા વાયા, હો સૈયર મોરી

વાસંતી વાયરા વાયા


અંતર અજવાળી ગાયા, હો સૈયર મોરી

વાસંતી વાયરા વાયા


આંબોય મ્હોર્યો ને મહુડોય મ્હોર્યો

મ્હોરી ઉઠી છે મારી કયા રે

સૈયર મોરી વાસંતી વાયરા વાયા


ફાગણિયો આયો, ફૂલ ફોરમ લાયો

ભમરાને લાગી મનમાયા રે

સૈયર મોરી વાસંતી વાયરા વાયા


સમીર સોહામણો, સુસવાટે વાયો

ઘૂંઘટમા મુખ મલકાયો

સૈયર મોરી વાસંતી વાયરા વાયા


શુભ સંદેશ, કાગ પીયુનો લાયો

હૈયે હરખ ના માયો રે

સૈયર મોરી વાસંતી વાયરા વાયા


કોકિલ કંઠ ગીત મધુર સુનાવે

પાંપણે કાજળ ભીંજાયો રે

સૈયર મોરી વાસંતી વાયરા વાયા


મનનો માણીગર નાવલિયો આયો

ચોખલિયે છોડી વધ્યો રે

સૈયર મોરી વાસંતી વાયરા વાયા


Rate this content
Log in