STORYMIRROR

Mahendra Rathod

Romance

3  

Mahendra Rathod

Romance

રંગોની વાત...

રંગોની વાત...

1 min
5.3K



હું રંગથી અને રંગ મારાથી સોહાય,

અમે રંગાયા છે સથવારે એકમેકથી,


કોઈ રંગી ગયું સમીપ આવી વ્હાલથી,

કોઈએ રંગ લગાડ્યો મનડામાં છેકથી,


મોંઘેરા રૂદિયાના સોનેરી રંગોની વાતને,

દેખાય છે જુદેરા જગમાં રંગો અનેકથી,


નિરખેલું ઉપવન રંગોનું તારા નયનોનું,

ફૂલોની રંગતમાં નોખા રંગો પ્રત્યેકથી,


તારી હથેળીએ રંગાવું'તું એકવાર મારે,

હળવેક રહી તે મને રંગી દીધો વિવેકથી,


પાલવમાં બાંધી તે બધા રંગોની ઘાંસડી,

તુને હું આજ રંગાઈ ગયા છે એકમેકથી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance