STORYMIRROR

Chirag Padhya

Romance

3  

Chirag Padhya

Romance

લાગણી

લાગણી

1 min
895



દિલના ખૂણે ઘણી પણ કોઈએ ના ગણી,

હર પળ હર જગા બળી ગઈ લાગણી મારી.


પહેલા પ્રેમનો સોદો નિષ્ફળ રહી ગયો,

સોદામાં સઘળું હારી ગઈ લાગણી મારી.


તૃષ્ણા હતી કે જીવન વિતાવું તારી સાથે,

મનમાં ને મનમાં રહી ગઈ લાગણી મારી.


ના કળી શક્યો આપને ભીતરથી કદી પણ,

કપટી વેશમાં વેડફાઈ ગઈ લાગણી મારી.


આંખો બની હવે તો આંસુઓનો દરિયો,

ભીની પાંપણે ભીંજાઈ ગઈ લાગણી મારી.


લાગે છે હવે લાગ જોઈને આવે છે લાગણી,

લાગ જોવામાં ક્યાં લાગી ગઈ લાગણી મારી


આશાના 'ચિરાગ' ઘણા પ્રગટાવ્યા મનમંદિરે,

દિલના અંધારે જ બુઝાઈ ગઈ લાગણી મારી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance