વર્ષા નામની મોસમ
વર્ષા નામની મોસમ
આ વર્ષા નામની મોસમ આવી
જાણે કઈ નવીનમાં લાવી,
વરસાદની આ મોસમ આવી
યાદ એ તારી લાવી,
જેમ મળે છે ધરાને ગગન
એવી મને લાગણી જાગી,
નાચે છે મોર મન મૂકીને
એવી મારી ઈચ્છા જાગી,
મલ્હારનો જેમ રાગ ગવાય છે
એવો મારો શ્વાસ મલકાય છે,
મોસમ જેમ હરખથી આવી
એવી મારી પ્રીતડી જાગી,
મનમાં ને મનમાં આ મોસમ જાગી
હૈયે મારા હરખની હેલી જાગી.

