યાદ ના કરે
યાદ ના કરે
તેને કહી દો કે હવે યાદ ના કરે
સામે આવે તો હવે ફરિયાદ ના કરે,
જીવનના ના આ સમયને મારું નામ લઈને બરબાદ ના કરે
હું નથી બંધાયો એનાથી એટલે પોતે આઝાદ ફરે,
મારા રસ્તાને ભૂલીને પોતાના રસ્તાને પસંદ કરે
સફરના સાથમાં પોતાના હાથમાં હાથ લઈને ફરે,
શોધી લે સંબંધનું નવું સરનામું હવે મારું ના શોધે બહાનું
હવે જીવી લે પોતાની જાતને
રાહ ન જોવે મારી રાતની
મારી રચનાને કોઈ સંબંધ નથી, જેમાં કોઈ બંધન નથી.

