અરે પ્રેમ કરી તો જુઓ
અરે પ્રેમ કરી તો જુઓ
અરે પ્રેમ કરી તો જુઓ કોઈના મનને મળી તો જુઓ
અરે પ્રેમ કરી તો જુઓ કોઈના હૃદય સુધી પહોંચી તો જુઓ,
અરે પ્રેમ કરી તો જુઓ કોઈના સંબંધને સાચવી તો જુઓ
અરે પ્રેમ કરી તો જુઓ કોઈના વિચારને સમજી તો જુઓ,
અરે પ્રેમ કરી તો જુઓ કોઈના વ્યવહારને વણી તો જુઓ
અરે પ્રેમ કરી તો જુઓ કોઈનાં સ્વભાવને પામી તો જુઓ,
અરે પ્રેમ કરી તો જુઓ કોઈના હૃદયમાં ધબકી તો જુઓ
અરે પ્રેમ કરી તો જુઓ કોઈના સ્પર્શને પામી તો જુઓ,
અરે પ્રેમ કરી તો જુઓ કોઈની નજરમાં નમી તો જુઓ
અરે પ્રેમ કરી તો જુઓ કોઈની સાથે જીવી તો જુઓ.

