તારી જરૂર છે મને
તારી જરૂર છે મને
એ ક્ષણ, એ વેળા, એ દિવસ, એ વાર, તારીખ બધું જ યાદ છે મને,
બસ એક મુલાકાતની જરૂર છે મને,
હું તો તૈયાર છું આજે તારો હાથ થામવાને બસ
તારી હા ની જરૂર છે મને,
મારી દરેક કવિતામાં તારું વર્ણન કરવા માટે ને
તારી જરૂર છે મને,
તું કહે તો હું બધું છોડીને આવી જાવ તને પામવા
જિંદગી તારી સાથે જ વિતાવવી છે હવે,
બસ તારી પરવાનગીની જરૂર છે મને,
અધકચરી લખાય છે ગઝલ મારી, તેને પૂરી કરવા
તારી જરૂર છે મને,
મારી ખુશીઓમાં ભાગીદાર બનાવવા
તારી જરૂર છે મને,
તારી દરેક મુશ્કેલીઓને મારી બનાવવા
તારી જરૂર છે મને,
જેમ આમ પાનખરને વસંતની જરૂર છે
એમજ તારી જરૂર છે મને,
રણને વરસાદની જરૂર છે
એમજ તારી જરૂર છે મને,
તરસ્યા ને પાણી અને ખોવાયેલા ને સાચા માર્ગની જરૂર હોય,
એમજ તારી જરૂર છે મને.

