STORYMIRROR

Manish Solanki

Romance Inspirational

3  

Manish Solanki

Romance Inspirational

થોડો હચમચી ગયો છું

થોડો હચમચી ગયો છું

2 mins
239

થોડો હચમચી ગયો છું,

થોડો થંભી ગયો છું


એના જવાથી જે મને ચાહતી હતી,

થોડો બદલાઈ ગયો છું એના જવાથી જે મને ચાહતી હતી,


દૂર તો નથી એટલી કે એને મળતા વર્ષો વીતે

પણ પાસે પણ નથી એટલી કે મારી દરેક ક્ષણ એની સાથે વીતે,


હા એક અલગ પ્રેમ હતો એની જોડે મારો

એનો તો શાશ્વત પ્રેમ હતો જેને હું સમજી ના શક્યો,


એક અલગ ઓળખાણ અને છબી બનાવી ગઈ એ છોકરી

જાતે દૂર વહી ગઈ અને સૂનો મને મૂકી ગઈ એ છોકરી,


મને વિશ્વાસ છે મારે એક હોંકારે ઝીલી લેશે એ વાત મારી

પણ હવે શું જ્યારે વહી ગઈ રાત આખી,


હું સમજુ છું એની પણ કોઈ જવાબદારી બની હશે જવાની

પણ ક્યાં ખબર હતી કે આમ અચાનક આ ક્ષણ થવાની,


દુઃખ તો નથી મને એના મારાથી દૂર જવાને 

હું તો જાણું જ છું કે એક નવી શરૂઆતમાં ઘણું બધું છૂટે છે.


પણ ચિંતા મને એની છે કે ના માટે ત્યાં બધું જ નવું છે, 

હંમેશ ને હું હતો એની દરેક શરૂઆતમાં જ્યારથી એ મને મળી હતી,


હવે કોને જઈ ને કે'શે કે દુઃખની દરેક વાતો જેમાં એની

આંખો મારે ખભે ભીની થઈ હતી,


હશે કિસ્મતમાં તો એક દિવસ પાછા મળીને એક થઈ જઈશું,


અને સાચે તકલીફ પડશે એકબીજા ને એકબીજા વગર તો

પછી કુદરત સાથે પણ બાથ ભીડી લઈશું,


વેદના ઘણી છે અત્યારે બંને ના કાળજે વિરહની

પણ યાદો પણ અધળક છે દર્દના મલમની,


એક મલ્લાલ રહી ગયો બંનેને એકબીજાનો

એક વિરહ ઘવાય ગયો એક બીજાના છૂટા થવાનો,


તું મનાવી લેજે ખુદને,

સંભાળી લેજે ખુદને,

હું હંમેશ છું તારી સાથે તારા માટે

જે પણ દિવસ એકલતા લાગે હોંકારો દેજે મુજને,

બધું જ નવું હશે તારા માટે ત્યાં,

ચિંતા કરતી માં, 


કદાચ મળી જાય મારાથી પણ સારું વ્યક્તિત્વ તો

લંબાવવાને હાથ ક્યારેય સંકોચ કરતી ના,


હું તો વ્યસ્ત કરી દઈશ ખુદને ખુદમાં 

ચિંતા મારી કરતી ના, ખુદને દુઃખી કરતી ના.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance