STORYMIRROR

Manish Solanki

Abstract Fantasy

2  

Manish Solanki

Abstract Fantasy

મારી નજર

મારી નજર

1 min
87

દેખી ને એમને આજે એક નવી જ રિસ્તમાં 

થંભી ગયો હું એક જ સ્થળે.


લાગી આવ્યું થંભી ગઈ છે આ ધરતી પણ મારી સાથે

અને થંભી ગયું છે આસમાન મારી સાથે.


એમને આમ સાંભળતા અને એકી ટસે જોતા 

સમયની તો જાણ જ ના રહી કે ક્યાં નીકળી ગયો.


ખુદ ને પણ હું ના શોધી શક્યો જોતા જ એમને

ના જાણે એમના વર્ણનમાં હું ક્યાં ખોવાય ગયો.


ના જાણે કેમ આંખો મારી માત્ર એમને જ નિહાળી રહી છે.


ના જાણે કેમ મન એમને જ વિચારી રહ્યું છે.

પ્રેમ તો ના હોય શકે એ મારો 

પણ એક અલગ અને મે સ્વપ્નમાં વર્ણવેલું વ્યક્તિત્વ છે એ.

વિચાર્યું હતું જે વ્યક્તિત્વ મે એજ મારી

સામે સરી આવ્યું,


વર્ણવ્યું હતું આશા કેરા મિતમાં

એજ સ્મિત દેખાય આવ્યું છે.


ઘણું બધું જે સમાન લાગી આવે છે

સાવ સરળ અને સ્વસ્થ સ્વભાવ એમનો એક

વિસ્તૃત વિચાર કરાવી જાય છે.


એમનું અતીત જાણે એમના વર્તમાન સાથે

મેળ નથી પામી રહ્યું.


એમના હસવામાં એક સાચું સ્મિત નથી દેખાય રહ્યું

ક્યાંક તો હું ભૂલ કરી બેઠો છું એમને ઓળખવામાં

ક્યાંક તો મારી આંખો પણ થાપ ખાય ગઈ છે એમને જોવામાં,


નિહાળીને અશ્વેત કપડામાં એમનું સોંદર્ય

ખુદ ને ના રોકી શક્યો હું કંડારવાનો એમને શબ્દોમાં.


હતું એક શ્વેત કપડું ઢાંકવાને એમનું ચરિત્ર, જોને કેવું અદભૂત મિશ્રણ દેખાય આવેલું.


બરિકાઈથી જોતા એમના ચહેરાને એક નાની અમથી બિંદી

દેખાય આવી હતી જે લગાવી હતી એમણે સજવાને.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract