તને યાદ કરું છું
તને યાદ કરું છું
તને યાદ કરું છું હું.....
હા, તને યાદ કરું છું, પોતાની જાતને જ હવે હું ફરિયાદ કરું છું.
ઘણું બધું હતું જે છીનવાઈ ગયું હવે
શેષ વધેલા જીવનને જૂઠા ઉલ્લાસ સાથે માણું છું,
જણાવી ને હકીકત મારી તને હું ખુદને જ
થોડીક ક્ષણો ખુશ જોવા માંગુ છું,
તું તો છે જ નથી આ સમગ્ર દુનિયાના એક પણ જગ્યાએ,
તે છતાં તારું આહ્વાન કરીને તુજને જોઉં છું.
દરેક પરિસ્થિતિમાં ખુદને સંભાળી લેવાવાળો હું
હવે એક ઓરડામાં પોતાને સંતાડી દઉં છું.
જે જગ્યાએ તું મુજને સાંત્વના દેવાવાળી હતી
એ જગ્યાને હું હવે ખાલી અનુભવું છું.
આપણી કેટલીક હજારો ક્ષણો જે આ ક્યાંક વીતેલી હતી
એ દરેક જગ્યાને જોઈને હું તને યાદ કરું છું.