STORYMIRROR

Manish Solanki

Abstract Romance

3  

Manish Solanki

Abstract Romance

વિશ્વાસ રાખીને તો જો

વિશ્વાસ રાખીને તો જો

1 min
352

તું મારી નાવમાં પગ મૂકી ને તો જો

આખી સરિતા પાર કરાવી ના દઉં તો કે'જે,


થોડો વિશ્વાસ રાખીને તો જો તું મુજ પર

ખુદ એક વિશ્વાસનું ઉદાહરણ બની ના જવ તો કે'જે,


રહીશ જોડે તારી હંમેશા 

પડછાયા ને પણ મારી ઉપમા ના અપાવું તો કે'જે,


તું રહીશ હંમેશ જો ખુશ ખુશાલ

દુઃખ ને તારે આંગણેથી હંમેશ ને માટે ના ભગાવી દઉં તો કે'જે,


ભલે ને આવતી મેરુ સમી અડચણ 

મેરુ ને પણ નાના નાના ઘણથી પગદંડી ના બનાવી દઉં તો કે'જે,


ક્યારેય પોતાની ખામીઓને ના કોશતી તું

તારી ખામીઓને ખાસિયત ના બનાવી દઉં તો કે'જે,.


ઘણી બધી વેદનાભરી વાતો હશે પ્રેમની

પણ આપણી મુલાકાતને સ્વર્ણ શબ્દોમાં ના કંડારી દઉં તો કે'જે,


ભલે આજે ઓળખતા તને લોકો એક જ નામથી

કાલે આપણું એક અલગ નામ ના બનાવી દઉં તો કે'જે,


જે પણ સેવ્યા હશે તે સપનાં ખુલ્લી આંખોથી

બધાને સ્વભાન ના કરી દઉં તો કે'જે,


ભૂલી જા વેદનાંથી ભરેલા એ ભૂતકાળને તું

તારું ભવિષ્ય સ્વર્ણ ના કરી દઉં તો કે'જે,


હશે ઈચ્છા તારી પણ પામવાને આભને

તારી પાંખો બની ને આભને ના ચૂમાવું તો કે'જે,


ભલે ને બનતી દીવાલ આ દુનિયા આપણી વચ્ચે

હું ભીંતો ને પણ પારદર્શી ના બનાવી દઉં તો કે'જે,


આપીને જો તું એકવાર હાથ તારો મારા હાથમાં

તારો સાત જન્મોનો સાથ ના બની જાઉં તો કે'જે,


લોકો આતુર થશે વાંચવાને કવિતા

તને પામીને ખુદ એક ગઝલ ના બની જાઉં તો કે'જે,


હશે ભલે તારું અને મારું એક નાનું ઘર આ સૃષ્ટિમાં

પણ તારા માટે હું જ એક વિશાળ જગ ના બની જાઉં તો કે'જે.                    


Rate this content
Log in

Similar gujarati poem from Abstract