ભાભી
ભાભી
ભાભી, મા પછીનું સ્થાન પામતું વ્યક્તિ એટલે જ ભાભી.
આજે વિચાર્યું હતું કે પ્રિયે ઉપર લખું, પણ ભાભી યાદ આવી ગયાં. મારા બે ભાભી છે(પડોસી), એક BB અને એક KB.. થોડા જ દિવસોમાં ઘણો લગાવ થઈ ગઈો. સાચું કવ તો સબંધ માત્ર થી જ ભાભી છે. પણ મારા મમ્મી પપ્પા ને બે દીકરીઓ અને મને બે બહેનો મળી ગઈ હોય એવું લાગવા લાગ્યું છે. એમની જોડે માત્ર વાતો કરવાનું મન થાય છે. બન્ને ભાભી માં મોટા ભાભી એટલે KB જેમને મે પહેલી વાર જોયા ત્યારે એમનો ચેહરો જોવા મન લલચાયું હતું. આતુરતા હતી એમને સાંભળવાની અને એમને જોવાની. એમને એક વાર જોતા તો લાગ્યું કે ભાભી નો સ્વભાવ થોડો ચીડિયો હસે, એટલે કે આમ થોડો એટીટ્યુડથી ભરેલો. પણ ત્યાં મારી ગણતરી ખોટી પડી. મને હતું કે ભાભી સોશ્યલ મીડિયામાં પણ વધારે એક્ટિવ હસે, સોખિન હસે અને ઘણું બધું. ઇજ્યુકેટડ છે એતો એમને જોતા જ જણાય આવ્યું હતું. પણ ભાભી તો સોસ્યલમેડિયા અને આં ભપકા વાળી દુનિયા થી સાવ દૂર. એમને સિમ્પલ રહેવું વધારે ગમે છે. અને હા એ સિમ્પલ માં જ સારા લાગે છે. મે એમની સાથે એક નાનો પ્રવાસ કર્યો ત્યારે સમજાયું કે આ ભાભી તો સાવ મારા જેવા છે.
મને એમની જોડે વાતો કરવાનું ગમે, એમનો સ્વભાવ જ એવો પ્રેમાળ છે. એ હસવાની વાત આવતા પહેલાં જ જોર થી હસી પડે છે. એમનું વ્યકિતત્વ આમ જવાબારીઓથી ભરેલું છે. અને એક વાત તો ભૂલી જ ગઈો એ અંગ્રજી ના શિક્ષક છે. અરે હું તો એમને વ્યવહાર માત્ર થી જ ભાભી બોલવું છું બાકી તો મને એમના માં મારી મોટી બહેન હોય એમ જ માનું છું. કેમ કે મે એમના માં એ કેરિંગ અને પ્રેમાળ વ્યકિતત્વ જોયું છે. મે એમનામાં એક સાદગીપણું, એક હસતો ચહરો જેને જોતા વાસ્તવિક પ્રેમનો અહેસાસ થાય, એક સાચો સ્વભાવ, ક્યાંક એમના વ્યક્તિત્વ માં ખોટ દેખાતી નથી માત્ર ને માત્ર મે એમના માં પ્રેમ ને જ પારખ્યો છે. એ આમ ભક્તિ માં, વ્રત ઉપવાસ માં બહુ માને !
તેમનો ઉપવાસ હોય તે છતાં તે મને ખાવાનું બનાવી આપવા રાજી હોય. અને જાતે ચા નથી પીતા પણ મારે માટે એક રકાબી એ મૂકી દે. બીજું કય નય પણ એમની જોડે મજા આવે છે. સાવ સાદગીભર્યું જીવન છે. કાશ મારે એક આવી બેન હોત. મે એમના માં એક મિત્ર જોયા છે. એમનું નામ પણ એક અલગ જ અહેસાસ છે.
બહાર ફરવા જાય તો મને મનપસંદ વસ્તુ માટે મને નોરા કરે, પૂછે કે તમને જે ભાવે એ લઈ આવું, નાનામાં નાની વાનગી બનાવી હોય તે છતાંય મારા માટે મોકલાવે. અને એમના હાથ ની પકોડી અને કોંઠા ની ચટણી તો બાકી મોજ લાવી દે. વર્લ્ડ ની બેસ્ટ પકોડી કવ તો પણ ઓછું લાગે. હા પહેલી વખત એમના હાથની ચા બનાવી ત્યારે બહુ જ યાદગાર બની ગઈ હતી એ ચા. પણ જ્યારે એમને મારા માટે સ્પેશિયલ ચા બનાવી સાચે હજુ મને અનો સ્વાદ યાદ છે. આમ બહુ જ મસ્ત હતી. મારી મમ્મી ના જેવી. Kb છે ને સહનશીલ અને બહુ જ ઇનોસન્ટ છે, સંસ્કાર પણ એમના ઉભરાય આવે છે, એક અંગ્રેજી ના સિક્ષક હોવા છતાં આટલી હદે સાદગીભર્યું રહેવું બહુ મોટી વાત છે. ઊભું રે'વાની તો તાકાત ના હોય ને પાછા ઉપવાસ કરે. હવે સુ કેવું એમને. Kb એકલા ગીત ગાતાં પણ સાંભળ્યા છે. અને હા એમને કપડા ધોતા જોવા મને સાચે ધોબીઘાટ ની યાદ અપાવી દેતા. અને ભાભી ના વ્યકિતત્વ ની ઝાંખી કરાવવા કદાચ શબ્દો ખુંટી જસે. સાચે ભાભી તમે બહુજ કેરિંગ પરસન છો. મને તમારી જોડે રહીને ઘણું બધું શીખવા મળ્યું
હવે વાત છે BB ની.... હું તો એમને bd કહીને બોલાવું છું. સાચું કવ તો KB થી સાવ અલગ જ વ્યક્તિ. જો મારી કોઈ મોટી બેન હોત તો એ KB અને જો નાની બેન હોત તો એ BB. અરે કેટલો મસ્તીભર્યો અને ધમાલિયો સ્વભાવ છે એમનો. આમ તો ઓછું ભણેલા પણ હિંમત વાળા અને ગણતરી વાળા. સ્વભાવે સાવ ભોળા અને મસ્તી વાળા. હા ખાવાની વાત માં અવ્વલ આવે. આઈટમ ના નામ તો એક પણ યાદ ના હોય પણ ખાવું બધું હોય. મને એમની જોડે મસ્તી કરવાની બહુ મજા આવે. અને ખાસ કરીને એમને હેરાન કરવાની. એ પુલાવ મસ્ત બનાવે. અને મારા માટે તો બન્ને ભાભીઓ અન્નપૂર્ણા છે. bb નો સ્વભાવ આમ અનોખો છે આમ ભપકા વાળો પણ આમ એકદમ સાદો. એમનું વર્તન સાવ એક નાના બાળક ની ઝાંખી કરાવે. એક એબ્સાલ્યુટ વ્યકિતત્વ, એટલે કે આમ પોતાની મસ્તી મા જ જીવવા વાળા. આમ જીવન ના દરેક પળ ને માણવા વાળા. મે ક્યારેય એમને કોઈ વાત ને લઈ ને દુઃખી નથી જોયા, જે થશે એ જોયું જાસે આવું વિચારવા વાળા કદાચ આજ અભિગમ એમને મારા માટે શ્રેષ્ઠ બનાવે છે.
મારા પપ્પાને તો નાની ઢીંગલી મળી ગઈ હોય એમ જ લાગે છે. આખા ગામની બૂમો આખો દિવસ એમના મોઢે હોય. આખો દિવસ પેલા પૂતળાને સાડી વીંટાળી હોય એમ વીંટાળી ને ફર્યા કરે.
પણ મારા માટે બન્ને ભાભી એક જીવન નો બેસ્ટ હિસ્સો બની ગયાં. એક યાદગાર કિસ્સો મારી કવિતા ઓ નો એક બેસ્ટ હિસ્સો.
બન્ને ભાભી મારા માટે નાની મોટી બહેન છે.
Love you ભાભીસ્ટર...
