STORYMIRROR

Manish Solanki

Fantasy Inspirational

3  

Manish Solanki

Fantasy Inspirational

માત્ર તું જ છે

માત્ર તું જ છે

2 mins
154

મારી વીતતી દરેક પળનું કારણ

માત્ર તું જ છે.

મારી વીતેલી દરેક પળની યાદ

માત્ર તું જ છે.


યાદોમાં તો છે જ હવે તો વ્યક્તિત્વમાં

પણ તું જ વસી ગય છે.


હું ચાહું કોય ઓર ને કેમ કરી શક્ય બને 

સાલું, મારી તો ચાહત પણ તું જ છે.


ખુદ ને કેમ કરી ખૂશ રાખી શકું નથી ખબર પડતી

કેમ કે મારી તો ખુશી પણ તું જ છે.


હસતો નથી હવે હું કારણ એનું લોકોને ખબર નહિ પડતી

કેમ કે મારી તો હસી પણ તું જ છે.


મારા શબ્દો એ વિરામ લય લીધો છે

ખુદ હું મૌન થય ગયો છું.

કેમ કરી બોલું હવે હું 

કેમ કે મારાં તો શબ્દ પણ તું જ છે.


શાબ્દિક ઉપવાસ રાખીને ચૂપચાપ ફર્યા કરું છું

આખો દિવસ જુઠ્ઠી હસી ને

રાત્રીમાં જાગ્યા કરું છું. 


પૂછે છે કાગળ અને કલમ મારી

કેમ કાંઈ લખતો નથી હવે તું,

કેમ કરી જણાવું અમને કે ,

મારી ગઝલનો સાર પણ તું જ છે.


તને સામે રાખીને જે ગઝલ આખી લખી

સાર લખતી વેળા એ તું થય ગય વિખૂટી


ઘણા છે પૂરા કરવા ગઝલ મારી

પણ કેમ કરી વિચારું બીજા ના વિશે

મારો તો વિચાર પણ તું જ છે.


મારી દરેક વાતમાં મારી દરેક રાતમાં

મારી ચિંતામાં તો મારા પ્રેમમાં

માત્ર ને માત્ર તું જ છે.


શાને કાજ વ્રત કે ઉપવાસ કરું હું

યાર, મારી તો દુઆ અને બંદગી પણ તું જ છે.


હું કહું છું હમેશાં,અને રહીશ હંમેશા 

તારી જોડે માત્ર તારા માટે.


ભલે તું મારી જોડે નથી અને મને ખબર પણ છે કે

મને ક્યારેય મળવાની પણ નથી.


તે છતાંય હું કહું છું તને,

કે જ્યારે,

પણ તું રડીશ ત્યારે કાલુઘેલું રડીને હસાવીશ તને

જ્યારે તું હસીશ ત્યારે હસીને મનાવીશ તને.


ભલે ને તું રહે ગમે ત્યાં હંમેશ ને 

મળવા ને ઝંખીશ તને.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy