તારું હસીને રડવું
તારું હસીને રડવું
તારું હસીને રડવું
મને વિચારવા મજબૂર કરે છે,
તારું હૃદય થકી હસવું
મારી આંખો ભીની કરે છે,
તારું આ બોલીને ચૂપ રહેવું
મારી મનોદશા ઊભી કરે છે,
તારું આ સમજીને શાંત રહેવું
મારી આશાને ઊભી કરે છે,
તું નથી જ્યાં જ્યાં
તારી છબી હર્ષિત કરે છે,
આ જિંદગીને શું નામ આપું
આ જીવન મને કંઈક અલગ લાગે છે.

